હિંમતનગરના મોતીપુરા ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત: ખાનગી લક્ઝરી બસે બાઇકને ટક્કર મારતાં રાજસ્થાનના ચાલકનું કરૂણ મોત હિંમતનગરના સાત ઘાંટી જંગલમાંથી મળેલી યુવતીની લાશ કેસનો ભેદ ઉકેલાયો: ભાગી જવાના દબાણથી કંટાળીને પ્રેમીએ જ કરી હતી પ્રેમિકાની હત્યા પેઢમાલા ગામે જ્યોતિષ્પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદજીના વરદ હસ્તે ભોજનાલયનું ખાતમુહૂર્ત દિવાળી પર્વનો ધમધમાટ પ્રારંભ: હિંમતનગર સહિત સાબરકાંઠાના બજારોમાં રોશની અને ખરીદીનો માહોલ પ્રાંતિજ હાઇવે પર અકસ્માત બાદ રહસ્ય અકબંધ મમતા બેનર્જીની ચૂંટણીમાં હાર બાદ કોલકાતામાં અશાંતિ, રાજીનામું આપવાનો ઈન્કાર? પોલીસ શું કહે છે

પેઢમાલા ગામે જ્યોતિષ્પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદજીના વરદ હસ્તે ભોજનાલયનું ખાતમુહૂર્ત

સાબરકાંઠા જિલ્લાના ધાર્મિક અને સામાજિક ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પૃષ્ઠ ઉમેરાયું છે. હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામે આજે તારીખ ૩જી નવેમ્બરના રોજ બ્રહ્મસમાજ દ્વારા નિર્માણ પામનારા નવીનત્તમ ભોજનાલયના મકાનનું ખાતમુહૂર્ત જ્યોતિષ્પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય ૧૦૦૮ સ્વામીશ્રી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજીના પાવન કરકમલો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન થયું હતું.

🌸 ભવ્ય સામૈયું અને ગ્રામજનોનો ઉત્સાહ

પૂજ્ય શંકરાચાર્યજીના પેઢમાલા ગામમાં આગમન વેળાએ સમગ્ર બ્રહ્મસમાજ તેમજ ગ્રામજનો દ્વારા ઢોલ-નગારા અને પુષ્પવર્ષા સાથે ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. શંકરાચાર્યજીના દર્શન કરવા માટે પેઢમાલા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અબાલ-વૃદ્ધ સૌ કોઈ ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

🎙️ “આ ભોજનાલય સમાજ સેવા અને સદાવ્રતનું ધામ બનશે”: પૂજ્ય ગુરુજી

ખાતમુહૂર્ત વિધિ બાદ યોજાયેલ ધર્મસભામાં શંકરાચાર્યજીએ પોતાની અમૃતવાણીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમણે આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, “બ્રહ્મસમાજ દ્વારા હાથ ધરાયેલું આ આધુનિક ભોજનાલયનું નિર્માણ કાર્ય સુચારુ રીતે પૂર્ણ થાય અને અહીં અન્નદાનનો પાવન યજ્ઞ નિરંતર ચાલતો રહે. માં અન્નપૂર્ણાની સદૈવ આ સંસ્થા અને સમગ્ર સમાજ પર કૃપા વરસતી રહે.”

👥 મેવાડા બ્રાહ્મણ સમાજની મોટી ઉપસ્થિતિ

આ ધાર્મિક પ્રસંગે શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજના આગેવાનો, માતૃશક્તિ, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના કાર્યકરો અને ગ્રામજનોએ દિવસ-રાત જહેમત ઉઠાવી હતી.

વધુ વાંચો