હિંમતનગરના મોતીપુરા ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત: ખાનગી લક્ઝરી બસે બાઇકને ટક્કર મારતાં રાજસ્થાનના ચાલકનું કરૂણ મોત હિંમતનગરના સાત ઘાંટી જંગલમાંથી મળેલી યુવતીની લાશ કેસનો ભેદ ઉકેલાયો: ભાગી જવાના દબાણથી કંટાળીને પ્રેમીએ જ કરી હતી પ્રેમિકાની હત્યા પેઢમાલા ગામે જ્યોતિષ્પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદજીના વરદ હસ્તે ભોજનાલયનું ખાતમુહૂર્ત દિવાળી પર્વનો ધમધમાટ પ્રારંભ: હિંમતનગર સહિત સાબરકાંઠાના બજારોમાં રોશની અને ખરીદીનો માહોલ પ્રાંતિજ હાઇવે પર અકસ્માત બાદ રહસ્ય અકબંધ મમતા બેનર્જીની ચૂંટણીમાં હાર બાદ કોલકાતામાં અશાંતિ, રાજીનામું આપવાનો ઈન્કાર? પોલીસ શું કહે છે

હિંમતનગરના સાત ઘાંટી જંગલમાંથી મળેલી યુવતીની લાશ કેસનો ભેદ ઉકેલાયો: ભાગી જવાના દબાણથી કંટાળીને પ્રેમીએ જ કરી હતી પ્રેમિકાની હત્યા

હિંમતનગરના કુદરતી સૌંદર્ય ધરાવતા આડા હાથરોલ વિસ્તારની સાત ઘાંટીના જંગલમાંથી થોડા સમય પહેલાં એક ગૂમ થયેલી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવવાના ચકચારી કેસમાં ગાંભોઈ પોલીસે ગણતરીની કડીઓ મેળવીને હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ હત્યા કોઈ અજાણ્યા શખ્સે નહીં પરંતુ મૃતક યુવતીના પ્રેમીએ જ કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પ્રેમીકા દ્વારા સતત ભાગી જઈને સાથે રહેવા માટે દબાણ કરવામાં આવતા કંટાળીને આખરે પ્રેમીએ જ સાડીથી ગળે ટૂંપો દઈને આ ભયાનક હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

શું હતી સમગ્ર ઘટના?

પ્રાપ્ત વિગતો અનુસાર, હિંમતનગરના આડા હાથરોલ વિસ્તારમાં આવેલ ડુંગરની ‘સાત ઘાંટી’ એટલે કે કુદરતી સૌંદર્યથી ભરપૂર એવો વિસ્તાર, જ્યાં પ્રકૃતિ પ્રેમીઓ અને ખાસ કરીને યુગલો ફરવા માટે આવતા હોય છે. આ દરમિયાન ગાંભોઈ પોલીસને આ જ વિસ્તારમાં એક યુવતીની લાશ પડી હોવાની માહિતી મળી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લાશને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

પ્રારંભિક તપાસમાં યુવતી ગૂમ થયા બાદ તેની લાશ મળી આવી હોવાનું અને તેનું મોત ગળે ટૂંપો દઈને કરાયેલું હોવાનું ખૂલ્યું હતું. આ ગંભીર મામલે પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હત્યાની કડીઓ શોધવાનું શરૂ કર્યું હતું.

પ્રેમસંબંધ અને દબાણ બન્યું હત્યાનું કારણ

પોલીસની તપાસના તાર નજીકના નવી માંકડી ગામ સુધી પહોંચ્યા હતા. ગામનો રહેવાસી રાજુભાઈ મકવાણા મૃતક યુવતી હિના સાથે પ્રેમ સંબંધ ધરાવતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.

બંને વચ્ચેના આ સંબંધોને લઈને મૃતક હિના પ્રેમી રાજુ પર સતત સાથે ભાગી જઈને લગ્ન કરી સાથે રહેવા માટે દબાણ કરી રહી હતી. આ સતત દબાણથી કંટાળીને બંને પોતપોતાના ઘરેથી ભાગી નીકળ્યા હતા અને સાત ઘાંટીના જંગલ વિસ્તારમાં આવીને સંતાયા હતા. અહીં જંગલમાં બંનેએ બે દિવસ પસાર કર્યા હતા.

જોકે, બે દિવસ વીત્યા છતાં હિના ઘરે પરત ફરવા માટે જરાય માનતી નહોતી અને સતત ભાગીને સાથે રહેવાની જીદ ચાલુ રાખી હતી. આ વાતથી કંટાળીને અને આવેશમાં આવીને પ્રેમી રાજુએ તેની જ પ્રેમિકા હિનાની સાડી વડે ગળે ટૂંપો આપીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા કર્યા બાદ આરોપી રાજુ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

પોલીસની સરાહનીય કામગીરી

ગાંભોઈ પોલીસે સઘન તપાસ હાથ ધરીને આ હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપી રાજુસિંહ મકવાણાને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને જેલના હવાલે કર્યો છે.

“હિંમતનગરના સાત ઘાંટી વિસ્તારમાંથી યુવતીની લાશ મળી આવ્યા બાદ પોલીસે ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક યુવતીના પ્રેમીએ જ ભાગી જવાના દબાણથી કંટાળીને હત્યા કરી હોવાનું ફલિત થયું છે. પોલીસે આરોપી રાજુને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલ હવાલે કર્યો છે.” — અતુલ પટેલ, ડીવાયએસપી, હિંમતનગર

વધુ વાંચો